પોરબંદર

અમદાવાદ એરપોર્ટ ના રનવે નું સમારકામ થતું હોવાથી તા ૧૭ જાન્યુઆરી થી પોરબંદર અમદાવાદ ની ફ્લાઈટ અચોક્કસ સમય સુધી બંધ રહેશે.જેથી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા સામાજિક કાર્યકર દ્વારા રજૂઆત કરાઈ છે.

પોરબંદર ના સામાજિક કાર્યકર જયેશભાઈ સવજાણી એ તંત્ર ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે.કે આગામી સમય માં અમદાવાદ એરપોર્ટ ના રનવે નું સમારકામ શરુ થવાનું હોવાથી સવારે ૧૦ થી સાંજે ૬ સુધી એક પણ ફ્લાઈટ આવ જા કરી શકશે નહી.જેથી આગામી ૧૭ જાન્યુઆરી થી પોરબંદર થી અમદાવાદ જતી એક માત્ર ફ્લાઈટ બંધ થઇ જશે.આ ફ્લાઈટ ની અમદાવાદ –જેસલમેર વચ્ચેની ફ્લાઈટ સાથે કનેક્ટિવિટી હતી.અને અમદાવાદ થી જેસલમેર પુષ્કળ ટ્રાફિક મળે છે.જેથી અમદાવાદ થી પોરબંદર ની ફ્લાઈટ સવારે ૧૦ વાગ્યા પહેલા અમદાવાદ પહોંચી શકે તેમ હોવા છતાં આ ફ્લાઈટ બંધ કરવામાં આવશે.જયારે જેસલમેર ની ફ્લાઈટ ચાલુ રાખવામાં આવી છે.પોરબંદર અમદાવાદ વચ્ચે ની વિમાનીસેવા વેપારીઓ,ઉદ્યોગપતિઓ,સારવાર લેવા જતા દર્દીઓ માટે ખુબ ઉપયોગી છે.પરંતુ ફ્લાઈટ બંધ થતા આ તમામ ને હેરાન થવું પડશે.જેથી સવારે ૧૦ પેલા અમદાવાદ પહોંચી શકે તે રીતે વિમાનીસેવા યથાવત ચાલુ રાખવા અથવા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા રજૂઆત માં જણાવ્યું છે.