પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદરના માછીમારો ના ડીઝલ વેટ રીફંડ ની સપ્ટેમ્બર માસ ની રકમ ઘણા સમય થી બાકી હતી જે અંગે પ્રદેશ માછીમાર સેલની રજુઆત બાદ વેટ રિફંડનો સપ્ટેમ્બર માસનો ચેક જમા થયો છે.
પોરબંદર ના માછીમારો ના ડીઝલ વેટ રીફંડ ની સપ્ટેમ્બર માસ ની રકમ ઘણા સમય થી બાકી હતી જે અંગે તાજેતરમાં પ્રદેશ માછીમાર સેલના પોરબંદરના પ્રદેશ કન્વીનર મહેન્દ્રભાઈ જુંગી,પ્રવીણભાઈ ખોરાવા,હર્ષિતભાઈ શિયાળ,ભરતભાઈ મોદી સહિતના આગેવાનો એ મત્સ્યોદ્યોગ મંત્રી તથા મુખ્યમંત્રી ને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે બોટ માલિકને ડીઝલ ડીસ્કાઉન્ટ તા. 25/8/21 થી તા. 8/9/21 સુધી નાં મળવાપાત્ર રૂ.3.68 +વેટ તથા શેષ મળીને રૂ. 4.60 પૈસા જીએફસીસીએ દ્રારા આપવાના થાય છે.જેમાં વિલંબ થતા તે વહેલાસર બોટ માલિકને મળી રહે તે માટે માંગ કરી હતી.આ રજુઆત ને પગલે તા. 24 ડિસેમ્બરના રોજ ફિશરીઝ વિભાગ દ્રારા સપ્ટેમ્બર માસના ડીઝલ વેટ રીફંડ નો ચેક ટ્રેઝર ઓફિસમા મોકલાવ્યો છે.અને એક અઠવાડિયામાં આ રીફંડ બોટ માલિકોનાં બેંક એકાઉન્ટ માં જમા થઈ જશે તેવું જણાવ્યું હતું.જેના પગલે માછીમારો માં ખુશી જોવા મળે છે.